રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
આગામી વર્ષે લોક ડાઉનની સાથે ગ્રાહકોમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધતાં વેપારીઓને પોતાના ધંધા રોજગારમાં મંદિનો સામનો કરવો પડેછે અનેક ગ્રાહકો ઓનલાઈન ખરીદી કરી છેતરાય રહયા છે ઓનલાઈન ખરીદી વધતા હાલમાં લગ્નગાળો નજીક હોય તેમજ દિવાળીના તહેવારની ખરીદીમાં વેપાર ધંધામાં તેજીની આશા વેપારીઓ રાખતા હોય પરંતું
સ્થાનિક બજારોમાં પણ મંદિ નો માહોલ સર્જાયો છે કેશોદના વેપારીઓ દ્વારા ઓનલાઈન કંપનીઓ દ્વારા અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી છે જેમકે હાલમાં દિવાળી જેવા પાવન પર્વ પર અનેક કંપનીઓ દ્વારા છેતરપિંડી થઈ રહી છે. જેમાં ઓનલાઈન ખરીદીને લઈ કેશોદના અનેક લોકો અગાઉ છેતરાયા હોવાના બનાવો પણ બન્યા છે .વધુમાં કેશોદના જુદા જુદા વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક વેપારીઓ પાસે જ દરેક ચિજ વસ્તઓની ખરીદી કરવામાં આવે , જેથી ખરીદી કરતા દરેક લોકોને સારી વસ્તુઓ મળી શકે અને કોઈ પણ ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારની છેતરપીંડીના બનાવો ન બને ત્યારે કેશોદ વેપારીઓની એકજ માંગ છેકે વિદેશી છોડી સ્વદેશી આપનાવો તેમજ દુકાનોમાંથી જ ખરીદીનો આગ્રહ રાખવામાં આવે તેવી વેપારીઓ દ્વારા ગ્રાહકોને અપિલ કરવામાં આવી છે કેશોદ શહેરમાં કોરોના મહામારી વચ્ચે તમામ વેપારીઓએ ઉદારતા દાખવી સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓને આર્થિક સહાય કરીને બે ટંકનું ભોજન તેમજ અન્ય સહાયતા પહોંચાડી હતી.
હાલમાં લોકો વધુ પડતા મોબાઈલ ફુટવેર રેડીમેડ કપડા ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધતો જાય છે ત્યારે હાલમાં લોકડાઉન બાદ મંદિના માહોલનો સામનો કરી રહેલ વેપારીઓને ઓનલાઈન ખરીદીથી વધું મંદિનો સામનો કરવો પડશે? કે ગ્રાહકો સ્થાનિક બજારમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખશે તે આવનારો સમયજ બતાવશે પરંતુ હાલમાં ઓનલાઈન ખરીદીથી વેપારીઓ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે