રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતી યુનિવર્સિટી એટલે ચિલ્ડ્રન યુનિવર્સિટી અત્યાર સુધી આપણે ઘણી યુનિવર્સિટી જોઈ છે પરંતુ તે બાળકના જન્મ પછી અભ્યાસ કરાવતી યુનિવર્સિટી છે. જ્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટી બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યાથી જ ભારતીય સંસ્કૃતિ મુજબ ગર્ભ સંસ્કાર આપવાનું કામ તપોવન કેન્દ્ર દ્વારા કરે છે. ‘ પ્રત્યેક બાળક મહત્વનું છે ‘ એ ટેગલાઈન સાથે ઉત્તમ બાળક નિર્માણની પ્રક્રિયા તપોવન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા દેશવ્યાપી બને તે માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તપોવન કેન્દ્ર અને વિદ્યાનિકેતન કેન્દ્ર શરૂ કરવામા આવેલ છે ગુજરાતમાં કુલ 54 જેટલા તપોવન કેન્દ્ર છે અને વિદ્યાનિકેતન કેન્દ્ર જુદા જુદા વિસ્તારમાં ચાલુ કરવા કરવામાં આવ્યા છે. તારીખ 6/11/2020 ના રોજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદહસ્તે જોડાણ પત્રો એનાયત કરવામાં આવ્યા જેમાં હળવદ વિસ્તારમાં પતંજલિ વિદ્યાલયમાં તપોવન કેન્દ્ર અને તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાનીકેતન કેન્દ્ર નુ જોડાણ આપવામાં આવ્યું છે તેથી આ બન્ને શાળાઓને મોરબી જિલ્લામાં પ્રથમ સ્કુલ તરીકેનુ બહુમાન મેળવ્યું હતું . હળવદ ની જાહેર જનતા માટે કથ્થક નૃત્ય , ચિત્રકલા, ભરતનાટ્યમ , સ્પોકન ઇંગ્લિશ, સંસ્કૃત સંભાષણ જેવા સર્ટિફિકેટ કોર્ષનુ રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે.