રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
જૂનાગઢના કેશોદના અજાબ ગામની સીમમાં ખેતરોમાં ખુંખાર દિપડો ફરી રહ્યો છે. ખેડુતોએ મોટા પ્રમાણમાં તુવેરનુ વાવેતર કરેલ છે જે તુવેરના ખેતરોમાં ખુંખાર દિપડો ફરી રહ્યો છે છેલ્લા આઠ દિવસથી ફરી રહેલા દિપડાના કારણે ખેડુતો અને શ્રમિકોમાં ભારે ખોફનાક આતંક છવાઈ ગયો છે વિજ પુરવઠા વિભાગ દ્વારા રાત્રીના સમયે વિજ પુરવઠો આપવામાં આવે છે જેના કારણે રાત્રે ખેતરમાં કામ કરતા ખેડુતો પર હુમલાની સંભવનાઓ વધી રહી છે ખુંખાર દિપડાના હુમલાના ડરના કારણે ખેડુતોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે બે દિવસ પહેલાં જ રાત્રીના સમયે ખુંખાર દિપડાએ હરીભાઈ લાલજીભાઈના ખેતરમાં કામ કરી રહેલા લોકો પર અચાનક હુમલાનો પ્રયાસ કર્યો હતો.જોકે ખેડુતોએ ભારે બુમરાડ મચાવી હતી અને ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.જ્યારે દિપડાનો હિંસક હુમલાનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો.દિપડાના હુમલાના પ્રયાસના કારણે ખેડુતો અને પરિવારજનોમાં ખોફનાક ડર છવાઈ ગયો છે.ખેડુતોએ સ્થાનિક મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.જેમાં દિપડાના આતંકના કારણે ખેતીવાડી વિજ સપ્લાય રાત્રીના બદલે દિવસના સમયે આપવા માંગ કરી છે.જો દિવસના સમયે વિજ પુરવઠો આપવામાં આવે તો દિપડાના હુમલાની સંભવના ઓછી રહે અને ખેડુતો તથા તેમના પરિવારજનોની સલામતી પણ જળવાઈ રહે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.