મોરબી: રામાયણના રચયિતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતીની ઉજવણી કરાઈ.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

આજરોજ સામાજિક સદભાવ સમિતિ – હળવદ દ્વારા હળવદ મધ્યે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર – સંકૃતિક હોલમાં રામાયણના રચયિતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતી ની ઉજવણી નું આયોજન ભક્તિભાવ પૂર્વક કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં હળવદ નગરના સર્વે સમાજના અને સામાજિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા અને પૂજ્ય સંતો મહંતોનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું જેમાં ધ્રાંગધ્રા થી પરમ પુજ્ય શ્રી વિવેક સાગરજી મહારાજ અને હળવદના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી દીપકદાસજી મહારાજ એ સામાજિક સમરસતા અને મહર્ષિ વાલ્મિકીજીના જીવનના મહાત્મ્ય અંગે હાજર સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે જ હિન્દૂ સમાજમાં સમાનતા થકી જ રાષ્ટ્ર મજબૂત બનશે તે વાત સૌ ને કહી હતી અને દરેક નાગરિક “મમ ભાવ,સમ ભાવ” સૂત્ર ને પોતાનો જીવન મંત્ર બનાવે તે માટે ખાસ આહવાન કર્યું હતું તેમજ હળવદના સિનિયર એડવોકેટ વી.કે.મકવાણા એ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં હળવદની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાના આગેવાનો અને અગ્રગણ્ય ડોકટરઓ – વકીલઓ અને વેપારી આગેવાનો જોડાયા હતા અને સહ વિશેષ વાલ્મિકી સમાજના જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા અને સામાજિક સમરસતા થકી જ રાષ્ટ્ર ની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવા શુભ આસય થી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ સામાજિક સદભાવ સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *