રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
રોટરી અને RCC કલબ ઓફ ટીકર દ્વારા આયોજિત અને નીલકંઠ આંખની હોસ્પિટલ, હળવદના સહયોગથી ટીકર (રણ) ખાતે આંખના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો. જેમાં ટીકર, માધવનગર, ઘાટીલા, માનગઢ, અજિતગઢ, મિયાણી અને આજુબાજુના ગામોના મોતિયો, વેલ, ઝામર, નાસુર વગેરે આંખની તકલીફો વાળા 95 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં થી 20 થી વધુ દર્દીઓને મોતિયો પાકી ગયાનું નિદાન થયેલ. તેમજ 3 દર્દીઓને વેલના ઓપરેશન નું નિદાનમાં કરવામાં આવ્યું હતું. જેમને હળવદમાં સ્ટેશન રોડ હળવદ ખાતે નવી શુભારંભ થઈ રહેલ નિલકંઠ આંખની હોસ્પિટલ ખાતેથી તદ્દન રાહતદરે નેત્રમણિનું ઇન્જેક્શન કે ટાંકા વગરનું ઓપરેશન અત્યંત આધુનિક મશીનથી અનુભવી આંખના સર્જન ડો. રસિક પાટડીયા દ્વારા કરી આપવામાં આવશે.આ કેમ્પમાં ઓપ્પટમ ચિરાગ ગુપ્તા દ્વારા દર્દીઓ ચકાસવામાં આવેલ અને આંખ ની તકલીફ વાળા દર્દીઓને દવાઓ, ટીપાં વગેરે નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા.