રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર તરીકે પોતાની ફરજ બજાવતા હરસૂખભાઇ ચાંદેગરાને કોરોનાની મહામારીના સમયે ખૂબજ સરાહનીય કામગીરી કરવા બદલ ઉચ્ચકક્ષાએ તેની નોંધ લેવાઇ છે. ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્રારા તેમને સન્માન પત્ર એનાયત કરવામા આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના પ્રમુખ શૈલેષ બારડ દ્રારા સન્માન પત્ર એનાયત કરવામા આવ્યું છે. આ તકે શૈલેષ બારડે જણાવ્યું હતું. કે વેરાવળ તાલુકા ના 53 ગામો અને શહેરી વિસ્તારમાં કોરોનાની મહામારીના કારણે ફસાયેલા લોકોને તેમના વતનમાં પરત પહોચાડવાની કામગીરી, તેમજ સંસ્થાઓના સહયોગથી ભોજન તથા કપડાની તથા રહેવાની વ્યવસ્થા,મેડીકલ ચેક અપ સહીતની અનેક ઉમદા કામગીરી હરસુખભાઇ ચાંદેગરા એ કરી છે.તેમના ઓફિસના કામો કરતા તેમને સેવાના કાર્યોમાં વધારે સમય ફાળવ્યો છે. તેમજ સમગ્ર વેરાવળ પંથકના ગ્રામ્ય તથા શહેરી વિકાસમા વિધવા સહાયના પણ તમામ અરજીઓ મંજૂર કરી તેમને લોકોને સહાય કરી છે. ત્યારે સરકારી અધિકારી તરીકે પોતાની જવાબદારી સાથે સામાજીક જવાબદારીઓ પણ નિભાવી છે.