જુનાગઢ :કેશોદ તાલુકા પંચાયતના વિવિધ યોજનાઓ નાં કામોમાં ગેરરીતિઓમાં નિર્દોષ ગ્રામજનોનો ભોગ લેશે.?

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
                    કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસલક્ષી કામો કરવા માટે વિવિધ યોજનાઓ હેઠળના કામોમાં કેશોદ તાલુકામાં માતબર રકમ ફાળવવામાં આવી છે. તેમજ ચૌદ માં નાણાં પંચ ની ગ્રાન્ટ ઉપરાંત એટીવીટી અંતર્ગત કામો મંજૂર કરવામાં આવ્યા છે. કેશોદ તાલુકાના 53 ગામોમાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નાં કામો, બ્લોક રોડ નાં કામો, પીવાનાં પાણીની પાઈપલાઈન નાં કામો, જાહેર સ્થળો એ બેસવાના બાંકડા સહિતના વિકાસલક્ષી કામો માટે વહીવટી અને તાંત્રિક પ્રક્રિયા પુર્ણ કરી વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. સમગ્ર કેશોદ તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયેલાં કામોમાં જરૂરી માલસામાન અને મટરીયલ પુરવાર કરેલ એજન્સી એક જ હોય આમછતાં અમુક ગામોમાં બીલો મંજુર કરવામાં આવ્યા  છે ત્યારે અમુક ગામોમાં બીલો રોકવામાં આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મનરેગા યોજના અને  નરેગા યોજનામાં શ્રમિકો બોગસ દર્શાવવામાં આવ્યા છે જે ગેરરીતિઓ અંગે જવાબદાર પદાધિકારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હોવાં છતાં કોઈ કાર્યવાહી  કરવામાં ન આવતાં વિવાદો સર્જી રહ્યાં છે. કેશોદ તાલુકાના અગતરાય ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઉપસરપંચ અને અન્ય વ્યક્તિઓ નાં માનસિક ત્રાસ થી ઝેરી દવા ગટગટાવી લેતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કેશોદ તાલુકાના અમુક ગામોમાં સરપંચ પાસે બહુમતી ન હોવાથી સામાન્ય સભામાં મંજુરી મેળવવામાં મુશ્કેલીઓ ઉભી થતાં સતાધારી પક્ષના પ્રતિનિધિઓ દ્વારા દબાણ ઉભું કરવામાં આવતું હોય છે ત્યારે અધિકારીઓ દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનું જાણવા માંડ્યું હતું. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતતલાવડી યોજના અને વોટરશેડ યોજના હેઠળ નાં કામોમાં ગેરરીતિઓ અંગે ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં ન આવતાં વિવાદો આત્મહત્યા સુધી પહોંચી રહ્યા છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં લઘુમતી ધરાવતાં સરપંચ અને બહુમતી સદસ્યો વચ્ચે નાં વિવાદોમાં જવાબદાર અધિકારીઓ રાજકીય રંગે રંગાઈ જશે તે ઉપરાંત પક્ષપાતી વલણ દાખવતાં હોવાથી વિવાદો વધીને આત્મહત્યા સુધી પહોંચી ગયાં છે


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *