રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ પાસેથી પસાર થતાં જેતપુર સોમનાથ ફોરલાઇન નેશનલ હાઈવે રોડ પર આવેલી લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં છે.ત્યારે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નાં જવાબદાર અધિકારીઓ ને આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ચોમાસામાં પડેલાં વરસાદને કારણે તુટી ગયેલાં રસ્તાઓ નું પેવર પેચવર્ક નું કામ ચાલું છે. ત્યારે એક તરફ મશીનરી અને ડમ્પરો નો જમાવડો હોવાથી એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. જેથી ટ્રાફિક જામ થવાની રોજીંદી ઘટનાઓ બની રહી છે. કોરોના મહામારી ના કારણે તમામ પ્રકારની કાર્યવાહી બંધ હતી. ત્યારે છેલ્લાં પાંચેક માસથી વહીવટી કામગીરી શરૂ થયેલી હોવાં છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કેશોદના આજુબાજુ નેશનલ હાઈવે રોડ પર આવેલી લાઈટો અને હાઈમાસ્ટ ટાવર ની લાઈટો ની રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી. કેશોદના બાયપાસ વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ અને ખાણીપીણીની હોટલો, ફેરિયાઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં ફરિયાદો ધ્યાને લેવામાં આવતી નથી. તેમજ ખેડૂતો વેપારીઓ અંધારપટ ને કારણે અને હાઈવે ઓથોરિટી ની મેલી મુરાદ ને ભોગે હેરાન થઈ રહ્યાં છે. દિવાળી નાં દિવસોમાં હાઈવે રોડ પર શહેરીજનો નો જમાવડો જોવા મળે છે ત્યારે અંધારપટ ને કારણે અનેક ઘટનાઓ બનશે તો જવાબદારી કોની રહેશે. હાઈવે ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા વાર્ષિક મેઈન્ટેન્સ રીપેરીગ કામની કોન્ટ્રાક્ટ ની એજન્સી રાજકીય પીઠબળ ધરાવતા કામગીરી કર્યા વગર જ ઘણી બધી કમાણી કરે છે. મસમોટા ટોલટેક્ષ વાહનચાલકો પાસેથી વસુલવામાં આવી રહ્યાં છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી લાઈટો અને હાઈમાસ્ટ ટાવર ની લાઈટો બંધ હોવાં છતાં ધ્યાને લેવામાં આવતી નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નાં ચૂંટાયેલા પ્રજાનાં પ્રતિનિધિઓ પેટાચૂંટણીમાં વ્યસ્ત છે ત્યારે રજુઆત કોણ કરશે?.