બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
જાનવરોને પાણી પીવા માટે બનાવેલા હોઝ ના નળ માંથી કેળા ભરવા જતા વાહનો વાળા પાણી લેતા હોય વારંવાર નળ તોડી નાંખતા હોવાનો ત્રાસ, અત્યાર સુધીમાં 40 જેવા નળ તોડી નાખ્યા હોય પાલિકાના હોદ્દેદારો પણ કંટાળી ચુક્યા હોવાની વાત જાણવા મળી છે.
રાજપીપળા ને અડીને આવેલા વડીયા ગામના મુખ્યમાર્ગ ઉપર આવેલા પાણીના હોઝ ના નળ કેળા ભરવા આવતી ટ્રકો કે અન્ય વાહનોના મજૂરો તોડી નાંખતા હોય હાલ લગભગ અઠવાડિયા થી ત્યાં તુટેલા નળનું પાણી આખા માર્ગ ઉપર વહેતુ હોવાથી કીચડ અને ભારે ગંદકી જોવા મળે છે. ત્યારે એ તરફ બનેલી અસંખ્ય સોસાયટીઓમાં રહેતા લોકોને આવવા જવા માં ભારે મુશ્કેલી વેઠવી પડતી હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ વડીયા ગ્રામ પંચાયતના જાગૃત હોદ્દેદારો ઘણા સારા કાર્યો પંચાયત થકી અથવા સ્વખર્ચે કરતા જોવા મળે જ છે ત્યારે આ હોઝ પર ના નળ પણ વારંવાર નવા નાખ્યા છે છતાં બે ચાર દિવસ માંજ લોકો નળ તોડી નાંખતા હોય હાલ હોદ્દેદારો પણ ત્રાસી ચુક્યા છે અને આ માટે અન્ય કોઈ વિકલ્પ ઉભો કરી જાનવરો ને અને અન્ય જરૂરિયાતમંદોને પાણી પણ મળે અને નળને પણ નુકસાન ન થાય તે બાબતની તૈયારી કરી રહ્યા છે.
આ બાબતે વડીયા ગ્રામ પંચાયતના જાગૃત સદસ્ય ચંદેશભાઈ એ જણાવ્યું કે આ તરફ જતી કેળા ની ટ્રકો કે ટેમ્પા વાળા પાણી નો ઉપયોગ કરતા હોય અવારનવાર અહીંનો નળ તોડી ચુક્યા છે અત્યારસુધી માં અમે 40 જેવા નવા નળ નાખ્યા હોય હવે અન્ય કોઈ વિકલ્પ ઉભો કરીશું.