બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
કેવડીયા તરફનો આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો, પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરી પીળો પાસ ઇસ્યુ કરાશે
જેની માન્યતા 48 કલાકની રહેશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસે પીએમ મોદી કેવડીયા ની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કેવડીયા માં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 10 જિલ્લામાંથી 6 હજારથી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એની આજુ બાજુમાં બનેલા પ્રવાસન સ્થળો જેમાં જંગલ સફારી પાર્ક, કેટ્સ ગાર્ડન,ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક એકતા નર્સરી તમામ સ્થળોએ પણ લોકાર્પણ કરનાર છે જેને લઇને આ વિસ્તાર હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.આજ સ્થળે કોવિડ-19 ના 46 બુથ રાખવામાં આવ્યા છે, જેમાં તમામ બહારથી આવતા પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરી એક પીળો પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે.જેની 48 કલાકની માન્યતાનો હશે.પાસ વગર કોઈ પણ પોલીસ કર્મીને પોતાની ફરજ પર હાજર ન રહેવા પણ સૂચના આપી દેવાઇ છે.