રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ ના વેગા નજીક આવેલા મારુતિ સુઝુકીના કટારિયા ઓટોમોબાઇલ્સ કંપનીના શોરૂમ માં પાર્કિંગ બાબતે બોલાચાલી થતા ગેટ ઉપર ફરજ બજાવતા વોચમેન – સિક્યુરિટી ભીખાભાઈ સોમાભાઈ તડવી એ આજ શોરૂમ માં જ ફરજ બજાવતા વસીમ સિકંદરભાઈ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરી હતી. જાણવા મળતી માહિતી મળ્યા મુજબ તા-૨૬/૧૦/૨૦૨૦ ના રોજ બપોરના ૧.૩૦ વાગ્યા ના સમય દરમિયાન ગેટ ઉપર સિક્યુરીટીની ફરજ બજાવતા ભિખાભાઈ સોમાભાઈ તડવી ફરજ ઉપર હતા. તે દરમિયાન બાઈક પાર્કીંગ કરવા બાબતે તેજ શોરૂમ માં ફરજ બજાવતા વસીમ સિકંદરભાઈ સાથે ઉગ્ર બોલાચાલી થતા વસીમ એ ભીખાભાઈ સાથે ગમે તેમ વર્તન કરી ગંદી ગાળો બોલી જાતીવિષયક અપશબ્દો બોલી તથા અમારા હુકમનું પાલન ના કરતા હોય તો તમને નોકરી જ ન રાખવા જોઈએ તેમ કહી અપમાનિત કરી હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે .જેને લઈ ડભોઇ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.