રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
સંતરામપુર તાલુકામાં નસીકપુર ગામે નાયક ફળીયાથી હનુમાન મંદિર સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગના માણસો દ્વારા આજદિન સુધી કોઈ સાફ સફાઈ કરવામા આવી નથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું છે. આ માર્ગ પર ઠેર ઠેર નાળાઓ બેસી જવાનો બનાવો અને ગાબડાં પડવાના પણ બનાવો બન્યા કરે છે. છતાં તંત્રની આળસના કારણે મુસાફરોના જીવને જોખમમાં મુકાયા છે. આ બાબતે સાતથી આઠ ફુટની ઉંચાઈએ જંગલી ધાસ વધી જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વાહનચાલકો માટે જંગલી વનસ્પતિઓના અને ગાંડા બાવળનો ત્રાસ હોવાથી વહેલી તકે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ રસ દાખવી કામગીરી કરે તેવી ત્યાંના લોકો માંગ કરી રહ્યા છે.