રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ શિનોર ચોકડી થી નજીક વિમલ સોસાયટી પાસે માલસર થી ડભોઈ તરફ આવતી એક એસટી બસમાં એકાએક આગ ભડકી ઉઠી હતી. ડભોઇ શિનોર ચોકડી નજીક બસ આવતા ડ્રાઈવર ની કેબીનમાં કાંઈક ટેક્નિકલ ખામી સર્જાતા કેબિનમાંથી એકાએક ધુમાડા નીકળવાનું શરૂ થતાની સાથે જ આગે રોદ્રસ્વરૂપ ધારણ કરી લીધું હતું .આજ બસમાં ૧૮ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને બસમાં આગ લાગી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મુસાફરો પણ ગભરાઈ ગયા હતા .પરંતુ બસચાલકે પોતાની સૂઝબૂઝથી ઝડપભેર પેસેન્જરોને આગની જાણકરી આપી તેઓને ઝડપભેર બસથી નીચે ઉતારી દીધા હતા. જેથી મોટી જાનહાનિ ટળી ગઇ હતી. પરંતુ સવાલ એક એ પણ ઉભો થાય છે કે આ એસ.ટી.બસની સવારીએ “સલામતીની સવારી” હવે ગણાતી નથી કારણકે જ્યારે એસ.ટી બસ મેન્ટેન્સ માં જતી હોય છે ત્યારે આ બસમાં રહેલી ખામીઓને યોગ્ય રીતે દૂર થતી નથી તે સાબિત થાય છે અને તેનો ભોગ પેસેન્જરોએ બનવું પડે છે કેટલીક વાર તો મોટી જાનહાનિ પણ થતી હોય છે. માટે સ્થાનિક રહીશો અને બસમાં સવાર પેસેન્જરોની માંગ ઉઠી છે કે એસ.ટી.નિગમ ના તંત્ર એ પેસેન્જર પાસેથી પૂરતા પ્રમાણમાં ભાડું વસૂલ કરે છે તેવી જ રીતે આ એસ.ટી.બસ જ્યારે મેન્ટેનન્સ માં જાય છે ત્યારે એની પણ પૂરતા પ્રમાણમાં ખામીઓ દૂર થવી જોઈએ જેથી મોટી જાનહાનિ થતી અટકી જાય.