રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
વડોદરા જિલ્લામાં પ્રોહિબીશનના ગુનાઓને અંકુશમાં લેવા અને દારૂના દૂષણને ડામી દેવા માટે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ , પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય ની એલસીબીની ટીમને બાતમી મળી હતી કે છોટાઉદેપુર થી વડોદરા તરફ એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાડી રવાના થવાની છે .તેવી ચોક્કસ માહિતીને આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમો ડભોઇ- બોડેલી રોડ ગોપાલપુરા ગામ પાસે રાત્રી દરમિયાન પેટ્રોલિંગ સઘન બનાવતા ચોક્કસ માહિતી અને બાતમી મુજબની એક કાળા રંગની સેન્ટ્રો ગાડી નંબર GJ06-AH-8403 આવી તેને કોર્ડન કરી ગાડી ચાલકની પૂછપરછ કરતા અને ગાડીની તલાશી લેતા તેમાં ગેરકાયદેસર પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની ૭૨ નંગબોટલો જેની કિંમત ૩૧,૬૮૦ તથા ગાડી ની કિંમત એક લાખ અને એક મોબાઇલ અંકે રૂપિયા ૫,૦૦૦એમ કુલ મળીને ૧,૩૬,૬૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ગાડી ચાલકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ વ્યક્તિની પૂછતા જ કરતા તેનું નામ જયેશભાઈ ઉર્ફે ઢોલા કાંતિભાઈ પરમાર રહે.૪૩, તરુણ નગર છાણી જકાતનાકા સર્કલ પાસે,નો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જેથી એલસીબીની ટીમે તેને પકડી તેની સાથે નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબીશનની કલમો લગાવી આગળ ની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આમ વડોદરા ગ્રામ્ય એલસીબી ને વધુ એક સફળતા પ્રાપ્ત થઇ છે
.