બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
સરકારે મુસાફરોને આકર્ષવા માટે હવે ભાડાંમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. PM મોદીની ઉપસ્થિતિમાં આગામી 31 મી ઓક્ટોબર 2020 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે, એ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક, ક્રુઝ બોટ સહિત અન્ય પ્રોજેક્ટોની સાથે “સી” પ્લેનનું પણ ઉદ્ઘાટન કરવાના છે.અમદાવાદથી કેવડીયા સુધી દિવસમાં બે વખત સી-પ્લેન ઉડાન ભરશે.તેના પછી મુસાફરોના પ્રતિસાદના આધારે ઉડ્ડયનની સંખ્યા વધારવામાં આવશે.
અગાઉ કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ સુધીનું “સી” પ્લેનનું ભાડું 4,800 નક્કી કરવામાં આવ્યું હતું.આટલા વધુ ભાડા અંગે ઉહાપોહ થતા સરકારની મળેલી બેઠકમાં મુસાફરોને આકર્ષવા માટે “સી” પ્લેનનું ભાડું ઘટાડીને 1500 રૂપિયા કરવામાં આવ્યું છે. હવે સામાન્ય માણસ પણ “સી” પ્લેનમાં સફર કરી શકશે.સ્પાઈસ જેટનું “સી” પ્લેન દિવસમાં 2 ઉડાન ભરશે.”સી” પ્લેન માટે 30 મી ઓક્ટોબરથી બુકીંગ કરી શકાશે, “સી” પ્લેનના બુકીંગ www.spiceshuttle.com વેબ સાઈટ પરથી થઈ શકશે.