બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
આગામી 31 મી ઓક્ટોમ્બરે આમ પણ પી.એમ.મોદી સ્ટેચ્યુ પર આવવાના હોવાથી જરૂરી સાફ સફાઈ અને તૈયારી માટે સ્ટેચ્યુ બંધ કરાયું છે. કોરોના કહેર અને લોકડાઉન માં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આજુબાજુ માં દરેક સ્થળ પ્રવાસીઓ માટે લગભગ 6 મહિના જેવા બંધ રહ્યા હતા ત્યારબાદ હાલ થોડા દિવસ પહેલાજ આ તમામ સ્થળો કોવિડ-૧૯ ના પાલન સાથે ફરી ખુલ્લા મુકાયા હોવાથી પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. જ્યારે હવે ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી લગભગ 3 જી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જોકે આગામી 31 મી ઓક્ટોમ્બરે પી.એમ.મોદી એકતા પરેડમાં સ્ટેચ્યુ પર આવવાના હોય અને ત્યાં સાફ સફાઈ સહિતનું હાલ મેન્ટેનન્સ અને કાર્યક્રમની તૈયારી પણ કરવાની હોવાથી આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી 3 નવેમ્બર સુધી બંધ રખાશે તેમ જાણવા મળ્યું છે.ત્યારે હવે સ્ટેચ્યુ ક્યારે શરૂ થશે એ તરફ પ્રવાસીઓની મીટ મંડાયેલી રહેશે.