બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વરવાડા ગામની સીમમાં આવવા જવા બાબતેની દસેક દિવસ પહેલા થયેલી બોલાચાલીની અદાવત રાખી હુમલો કરી જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વરવાડા ગામની સીમમાં ઇન્દ્રવદન ભાઇ અરવિંદભાઇ બારીયા તથા શૈલેષભાઇ ભગુભાઇ તડવી ખેતરમાં હતા તે વખતે ગણપતભાઈ ભીખાભાઈ બારીયા અને મોટુભાઈ ગણપતભાઇ બારીયા બન્ને રહેવાસી વરવાડા તેમની મોટર સાયકલ લઇ તેમના ખેતરમાં ગયેલ અને ઇન્દ્રવદનભાઈ સાથે દશેક દિવસ ઉપર રસ્તામાં આવવા જવા બાબતે બોલાચાલી થયેલ તેની અદાવત રાખી તેમની સાથે ઝગડો કરી ગમેતેમ ગાળો બોલી લાકડી મારી ઇજા પહોચાડી તેમજ ઢીકાપાટુનો માર મારી બન્નેએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.