રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ડાકોરમાં લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત રહેશે. આ દર્શન માટે ચોક્કસ સમયગાળો ફાળવવામાં આવશે. તે નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ભક્તએ દર્શન કરીને બહાર નિકળી જવું પડશે. શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર આસો સુદ પૂર્ણિમાએ તારીખ 30/10 અને 31 /10 ના રોજ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના સહકારથી ઓનલાઇન બુકિંગ કરાવેલ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે ઓનલાઇન બુકિંગ તારીખ ૨૮-૧૦ સવારે 8 વાગે ચાલુ થશે થશે. બુકિંગ આ http://ranchhodrauiji.org/livedarshanlink લિંક પરથી કરી શકાશે. ઓનલાઇન બુકિંગ ઇ- ટોકન અને આધાર કાર્ડની કોપી મોબાઇલમાં બતાવી જે સમય ફાળવવામાં આવ્યો હશે તે સમયે પ્રવેશ આપવામાં આવશે. કોવિડ-૧૯ ની સૂચનાઓનું જાતે પાલન કરવાનું રહેશે. ફરજિયાત ઓનલાઈન બુકીંગ થી માત્ર 11000 દર્શનાર્થી ભક્તો જ દર્શન કરી શકશે.