મહીસાગર : કડાણાના સંઘરીમાં વિકાસલક્ષી કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સભ્યો તથા ગ્રામજનો દ્વારા TDO ને રજૂઆત

Mahisagar
રિપોર્ટર: સુરેશ પગી,કડાણા

કડાણાની સંઘરી પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ થતા સરપંચ તલાટી દ્વારા બાંધકામ શાખા ના એસ ઓ સાથે સાત ગાંઠ રાખી લાખો રૂપિયાના રસ્તાઓ રાતોરાત બનાવી દેવામાં આવતા પુનઃ મોટાપાયે ભ્રષ્ટાચાર થતા ગ્રામજનો દ્વારા સરપંચ તલાટી તેમજ એસ ઓ દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી કામો માં થયેલા ગેરવહીવટ અંગે તપાસની માંગ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગરના કડાણા તાલુકા પંચાયત હસ્તક આવેલ સંઘરી ગામ પંચાયત માં સરપંચ તથા તલાટી દ્વારા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખા ના અ. મ.ઇ (પટેલ) અને એસ ઓ ઐયુબભાઈ સાથે મીલીભગત રાખી પંચાયતમાં પ્રજાને મળતી સુવિધાઓ ના કામોમાં ગેરરીતિ આચરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનું સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા બહાર પાડવામાં આવી રહ્યું છે. જેમાં બાંધકામ શાખાના એસ ઓ દ્વારા કોઈ પણ પ્રકારની સ્થળ ચકાસણી કર્યા વગર કામો મંજુર કરી કામનું નિરીક્ષણ કર્યા વગર બિલો ચૂકવી દેવાયા હોવાના આક્ષેપો સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.
[3:53 PM, 10/28/2020] Office: સંઘરી પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ થતા સરપંચ દ્વારા રાતો રાત પંચાયતના પાણીયા ચમાર ફળીયા સંઘરી ચમાર ફળીયા તેમજ મઠ (સાદનીયા) માતાના મંદિર વાળા રસ્તાઓ માં માટી મેટલનું પુરણ કર્યા વગર રસ્તા પર પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું.- દયાળજીભાઈ લક્ષમણભાઈ ખાંટ સ્થાનિક રહીશ સંઘરી

સંઘરી પંચાયતમાં સરપંચ દ્વારા સરકારની યોજનાઓમાં સગા વાદ રાખી કામો તેમજ લાભો મિલીભગત કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. – પટેલ રાગીનીબેન મનીષભાઈ સભ્ય સંઘરી પંચાયત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *