બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
દિવાળી ની ખરીદી કરવા નિકળતા લોકો અને ગૃહીણીઓ સતર્ક રહેવું જરુરી, નહીંતર બજાર મા ફરતાં ગઠિયાઓ નો શિકાર બની માલ મત્તા ગુમાવવાનો વારો આવશે.
રાજરોક્ષી સિનેમા ચાર રસ્તા ઉપર ઓટોમોબાઈલ સ્પેરપાર્ટસ ની દુકાન ધરાવતાં વેપારી ને વાતો મા ઉલઝાવી ગલ્લા માંથી પાકીટ ઉઠાવીને બે ગઠીયાઓ ભાગવા માંડ્યા.
રાજપીપળા ના રાજરોક્ષી ટોકીઝ ચાર રસ્તા ઉપર અલ-હીન્દ નામ ની સ્પેરપાર્ટસ ની દુકાન ધરાવતાં વેપારી લિયાકતઅલી સૈયદ નાઓ ની દુકાને GJ 05 DN 6082 નંબર ની સ્પ્લેન્ડર મોટરસાઈકલ લઈ ને ગ્રાહક ના સ્વાંગમાં આવેલા બે ગઠિયાઓ એ અલગ-અલગ ચીજવસ્તુઓની માંગણી કરી દુકાનદારને વાતો મા ઉલઝાવી ઓઈલનો ડબ્બો આગળ મુકેલો નહીં પણ બિજો નવો માંગતા વેપારી ઓઈલ નો ડબ્બો લેવા દુકાનની અંદર ગયા હતા તે તક નો લાભ ઉઠાવી ગઠિયાએ ઉપર ચઢી ગલ્લાં મા મુકેલો ચેકબુકો સહીત ના અન્ય જરુરી કાગળો ભરેલાં પાકીટ ને પૈસા ભરેલું પાકીટ સમજી ઉઠાવી લીધો હતો ગઠિયાઓની આ હરકતને પારખી ગયેલાં વેપારી એ ચોર-ચોરની બુમાબુમ કરતાં બંને ચોર પોતાની મોટરસાઈકલ ત્યાંજ મુકી ને ભાગવા માંડ્યા હતા. બાજુ મા ચાની લારી ધરાવતા યુવકે આ ઘટના જોતાં ચોરો પાછળ દોટ મુકતાં ફીલ્મી દ્રશ્યો સર્જાયાં હતાં. બે પૈકી નો એક ચોર કાછીયાવાડ તરફ નાસી છુટ્યો હતો જ્યારે બિજો ગાર્ડન તરફ ભાગ્યો હતો અને જોત જોતામાં અલોપ થઈ ગયો હતો, કાછીયાવાડ તરફ ભાગેલા બિજા ચોર પાછળ કાછીયાવાડ ના યુવકો નુ ટોળુ પડ્યું હતું, કાછીયાવાડ ની સાંકડી ગલીઓ માથી રહીને ચોર ખેતરો તરફ દોટ મુકી હતી, પિછો કરી રહેલાં યુવકો ના ટોળાં ઉપર ચોરે આડેધડ પત્થર મારો પણ કર્યો હતો જેથી એનો પિછો ના કરે છતાં પણ કાછીયાવાડ ના યુવકો એ પીછો કરી કેળાંના ખેતર માંથી ચોર ને ઝડપી પાડ્યો હતો. અને મેથીપાક ચખાડી પોલીસ ને સોંપી દેતા પોલીસે ચોર ને પોલીસ સ્ટેશન લઈ જઈ દુકાનદારની ફરીયાદને આધારે ચોર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ ગુના મા વપરાયેલી તેની મોટરસાઈકલ કબજે કરી હતી અને અન્ય નાસી છૂટેલા ચોરનુ નામ ઠામ મેળવી આગળ ની કાર્યવાહી શરૂ કરી હતી.