બનાસકાંઠા :પ્રતાપ સેના અને વિશ્વ હિંદુ પરિષદની ટીમ દ્વારા અંબાજી નજીક આવેલ કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

Banaskantha
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા છ મહિનાથી હિંદુત્વના કાર્ય માટે લડતી એક સંસ્થા કામ કરે છે જેનું નામ પ્રતાપ સેના છે આ પ્રતાપ સેના દ્વારા અને વિશ્વ હિંદુ પરિષદની ટીમ દ્વારા અંબાજી નજીક આવેલ કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં હિંદુ ધર્મ નિયમ અનુસાર શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના બનાસકાંઠા જિલ્લાના કારોબારી સભ્ય મુન્નાભાઈ એ જણાવ્યું હતું કે પ્રતાપ સેનાએ મહારાણા પ્રતાપની સેના છે અને જે રીતે મહારાણા પ્રતાપે ભગવા ની લાજ રાખી હતી તે જ રીતે આ પ્રતાપસેના ના કાર્યકર્તાઓ હિન્દુ ધર્મના દરેક કાર્યમાં આગળ રહી અને પોતાનો ફરજ નિભાવશે. આ શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં પ્રતાપ સેનાના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કિશનભાઇ શર્મા , બનાસકાંઠા જિલ્લા સંગઠન મંત્રી સુરેશ જોષી , અંબાજી શહેર અધ્યક્ષ પરેશભાઈ માલવિયા બનાસકાંઠા જિલ્લા ઉપાધ્યક્ષ જીગરભાઈ બારોટ ,દાતા તાલુકા ઉપપ્રમુખ વિક્રમભાઈ સરગરા , દાતા તાલુકા મહિલા અધ્યક્ષ ગીતાબેન સાધુ ,કુંભારીયાા ગામ નગર અધ્યક્ષ ગોવાભાઇ ડુંગરિયા , અને વિશ્વ હિન્દુ પરીષદ મુન્નાભાઈ, જીતુ ભાઈ ગોસ્વામી, હિરલ બેન, જલ્પાબેન દરજી , સુંભમ ભાઈ વગેરે કાર્યકતાઓ અને કુંભારીયા ગામ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *