ખેડા :ડાકોર મંદિરના ભોજનાલયનો કોન્ટ્રાક્ટર વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો.

Kheda
રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા

ડાકોર મંદિરનો ભોજનાલય કોન્ટ્રાક્ટર પાર્થ ખંભોળજા વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો છે. પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પાર્થને દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે પાર્થ ખંભેળજા ડાકોરનાં રણછોડરાય મંદિરનાં વારસદાર સેવક પરિવારનો પુત્ર છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પારડી પોલીસે ડાકોર રણછોડરાય મંદિરના વાપરસદાર સેવક પરિવારના પાર્થ ખંભેળજાને ૯ હજારની કિંમતની ચાર બોટલ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ સાથે ૭ લાખની કાર પણ કબજે કરી હતી. પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ દમણથી આવતી કાર અટકાવી તપાસી લેતા કારમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની ૪ બોટલ મળી હતી. કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ખંભોળજા ડાકોરનો રહીશ છે. આ અંગે, ડાકોર મંદિર પ્રસાશનની સ્પષ્ટતા છે કે, હાલ પાર્થ ખંભોળજા ભોજનાલયનો કોન્ટ્રાક્ટર નથી. તેનો કોન્ટ્રાક્ટ ગત 31મી જાન્યુઆરીએ જ પૂર્ણ થઇ ગયો હતો. જાણવા મળ્યું છે કે, ડાકોર મંદિર કોન્ટ્રાક્ટ પૂર્ણ છતાં ડાકોર મંદિરના ભોજનાલયનો કબજો પાર્થ ખંભોળજા ડાકોર મંદિર ને સોપતો નથી. પોલીસે પાર્થની પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પાર્થ દમણ ફરવા ગયો હતો અને ત્યાંથી કારમાં પરત ફરી રહ્યો હતો. પાર્થ ખંભોળજા ડાકોરના રણછોડરાય મંદિરના વારસદાર સેવક પરિવારનો પુત્ર છે. તેના પિતા ડાકોર મંદિરમાં કિર્તનકાર છે. પાર્થ ડાકોર રણછોડરાય ભોજનાલય પણ કોન્ટ્રાક્ટ પધ્ધતિએ ચલાવે છે. જોકે, આ બાબતે મંદિર કમિટી સાથે વિવાદ પણ હોવાની ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *