રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
લોકડાઉન પૂર્વે ગોઘરાના પીલોલ રેલ્વે સ્ટેશન માસ્તરે સફાઈ કામ કરતી પરિણીતા સાથે સફાઈના સાઘનો રાખવાના રૂમમાં દુષ્કર્મ આચરી તેને રૂ.100ની લાલચ આપી હતી.આઠ મહિના બાદ રેલવે સ્ટેશન માસ્તરે પરિણીતાના ઘરે પહોંચી તેને ચપ્પુ બતાવી ઘાકઘમકી આપતાં પરિણીતાએ તેના પતિને સાથે રાખી દુષ્કર્મ આચરનાર સ્ટેશન માસ્તર વિરૃદ્ધ વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલા સફાઈ કમૅચારી સાથે દુષ્કર્મ કરનાર પીલોલના સ્ટેશન માસ્તર રાજેન્દ્ર કુમાર રામચંદ્ર વમૉ સામે ગુનો નોંધીતા પોલીસે તેની ઝડપ પાડયો હતો.પોલીસ દ્વારા તેની ઝડપી પાડયો હતો.પોલીસ દ્વારા તેનો કોવિડ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ઘરાઈ છે.ત્યારબાદ પોલીસ દ્વારા તેની ઘરપકડ કરવામાં આવશે તેની પ્રાથમિક પૂછપરછ પણ હજી બાકી છે.
પોલીસના જણાવ્યા અનુસાર મૂળ મધ્યપ્રદેશના રતલામની યુવતીના લગ્નની પીલોલ ખાતે રેલવેમાં કોન્ટ્રાકટ પર કામ કરતા યુવક સાથે થયા હતા પત્ની એકલી રહેતી હોવાથી પતિએ તેને રેલવે સ્ટેશન પર સફાઈ કામદાર તરીકે નોકરી પર લગાવી હતી.દરમ્યાન લોકડાઉનના 20 દિવસ પૂર્વે તે સ્ટેશન માસ્તરની ઓફિસ પાસે સાફસફાઈ કરતી હતી તે સમયે ત્યાં 52 વર્ષનો સ્ટેશન માસ્તર રાજેન્દ્ર કુમાર રામચંદ્ર વમૉ ત્યાં આવી પહોંચ્યો હતો તેણે પરિણીતાને બાજુના સફાઈ કરવાના સમાન મુકવાના રૂમમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.દુષ્કમૅ આચરી તે પરિણીતાને રૂ.100 આપ્યા હતા.જોકે પરિણીતાએ તે લીઘા ન હતા.આ બનાવ બાદ તેણીએ તેના પતિને સઘળી હકીકત જણાવતા પતિએ તેની નોકરી છોડાવી દીઘી હતી.ત્યારબાદ લોકડાઉન થતાં બંને પોતાના વતન ચાલ્યા ગયા હતા તેઓ છઠ્ઠા મહિનામાં પરત પીલોલ આવ્યા હતા.પતિ તેના કામ પર જતો હતો જયારે પત્ની તેના કવોટર્સમાં રહેતી હતી.ત્યારેબાદ અચાનક 17 મી ઓકટોબરના રોજ સ્ટેશન માસ્તર રાજેન્દ્ર કુમાર વમૉ તેના ઘરે આવી પહોંચ્યો હતો અને ચપ્પુ બતાવી કોઈને કંઈ પણ નહીં કહેવા ઘાક ઘમકી આપી હતી આ બનાવથી ગભરાઈ ગયેલી પરિણીતાએ તેના પતિને કહેતા તેણે સ્ટેશન માસ્તર રાજેન્દ્ર કુમાર વમૉને ફોન કરી પોલીસને કહી દઈશ તેમ કહેતાં રાજેન્દ્ર કુમારે હું પોલીસને પૈસા આપી દઈશ તેમ કહૃાું હતું.અંતે હિંમત રાખી પતિ અને પત્ની વડોદરા રેલવે પોલીસ મથક ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.