પંચમહાલ :શહેરા તાલુકાની ખોજલવાસા ક્લસ્ટરની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અભેસિંહ ગોપાલભાઈ બારીઆનો વિદાય સમારંભ કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ યોજાયો.

Panchmahal
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

શહેરા તાલુકાની ખોજલવાસા ક્લસ્ટરમાં આવેલી ભકતા ફળીયા પ્રાથમિક શાળામાં 30 વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મુખ્ય શિક્ષક અભેસિંહ ગોપાલભાઈ બારીઆનો વિદાય સમારંભ કોવિડ-૧૯ ની ગાઈડલાઈને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા સરદારસિંહ વણઝારા, બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, સી.આર.સી.કો.ઓર્ડીનેટર જ્યપાલસિંહ બારીઆ, ભુપેન્દ્રસિંહ સોલંકી, ગોવિંદ મહેરા, લલિત દલવાડા, પગાર કેન્દ્ર આચાર્ય રામાભાઈ પાટીદાર, ક્લસ્ટરનો શિક્ષણ પરીવાર, સ્થાનિક અગ્રણીઓ, ગામલોકો, એસ.એમ.સી.સભ્યો અને જમીન દાતા અને અભેસિંહનો પરીવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું. રામભાઈ, જ્યપાલસિંહ, સરદારસિંહ અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમારે પ્રાસંગિક ઉદબોધનમાં અભેસિંહની ત્રણ દસકાની શૈક્ષણિક કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ પરીવારની લાગણીઓ સદાય સાથે રાખી અંતઃકરણ પૂર્વક પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આપને દીર્ઘાયુ બક્ષે, આપનું આરોગ્ય સુખાકારી સદાય જળવાઈ રહે અને આપ નિવૃત્ત જીવનમાં પણ કાર્યરત રહો અને સમાજ સેવામાં સમર્પિત રહે તેવી સમગ્ર શિક્ષા અભિયાન શહેરા અને શિક્ષણ પરીવાર તરફથી શુભકામનાઓ પાઠવી હતી. ભકતા ફળીયા શાળા પરીવારને અભેસિંહની ગેર હાજરીની ખોટ કાયમ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *