વડોદરા :ડભોઇ તાલુકાના કુંવરપુરા ગામેથી દેશીદારૂ વેચતાં વ્યક્તિને પોલીસે ઝડપી પાડયો.

Narmada
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ડભોઇ તાલુકાના કુંવરપુરા ગામે દેશી દારૂનું વેચાણ કરતા રમણભાઈ બાબરભાઈ પાટણવાડીયાને ડભોઇ પોલીસ તંત્ર એ બપોરના સમયે રેડ પાડી દેશીદારૂ સહિત ઝડપી પાડયો હતો. હાલમાં પોલીસ તંત્રના ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ માર્ગદર્શન અને સૂચનાને આધારે ડભોઇ પોલીસ તંત્ર દેશી દારૂ, જુગાર અને ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી પાડવાનું અભ્યાન હાથ ધરવામાં આવ્યું છે. આ ગેરકાયદેસરનો વેપલો કરતા વ્યક્તિઓને ઝડપી પાડી ગેરકાયદેસરનો વેપલો અટકાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે મુજબ ગતરોજ ડભોઇ પોલીસ તંત્રને અંગત બાતમીદારો દ્વારા મળેલી માહિતી મુજબ ડભોઇના કુંવરપુરા ગામે રમણભાઈ બરાબરભાઈ પાટણવાડીયા નામનો ઇસમ દેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. જે મુજબ ગતરોજ બપોરના સમયે ડભોઈ પોલીસ તંત્રએ રમણભાઈ પાટણવાડીયા ના ઘરે છાપો માર્યો હતો અને તેઓના ઘરની તલાશી લેતાં ૧૦૦ જેટલી દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવ્યો હતો.જેથી ડભોઇ પોલીસે આરોપી રમણભાઈ બાબરભાઈ પાટણવાડીયાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ઝડપાયેલી પોટલીઓનો જથ્થો પોલીસ તંત્રએ કબજે કર્યો હતો. આમ ટૂંકા સમયગાળામાં ડભોઇ પોલીસે આવો દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા વ્યક્તિઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી રહી છે. પ્રજાજનો આશા રાખી રહ્યા છે કે આવો ગેરકાયદેસરનો વેપલો કરતા લોકોને પોલીસ તંત્ર ઝડપી પાડે અને તેઓની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરે તેમજ દારૂના દૂષણ ને આગળ વધતું અટકાવે

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *