નર્મદા :રાજપીપળાથી વડોદરા જવા નીકળેલી ST બસનો ડ્રાઇવર પોઈચા પુલ પરથી અચાનક કૂદી પડ્યો

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળાથી વડોદરા જવા નીકળેલો ST બસનો ડ્રાઇવરે પોઈચા પુલ પર અચાનક બસ ઉભી રાખી પુલ પરથી નીચે નર્મદા નદીમાં કૂદી પડતા ત્યાં લોકટોળા ઉમટી પડ્યા હતા. રાજપીપળા પોલીસ સહિત રાજપીપળા ST ડેપો મેનેજર પોતાના અન્ય સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જઈ આ ઘટના કેમ બની એ મામલે તપાસ હાથ ધરી હતી. અચાનક આ ડ્રાઇવર કેમ પુલ પરથી નીચે કૂદી પડ્યો એ પ્રશ્ન હાલ પોલીસ અને ST ડેપો સ્ટાફમાં ચર્ચાઈ રહ્યો છે. જો કે એ ડ્રાઇવરનો હજુ સુધી કોઈ જ પતો લાગ્યો નથી, આ ઘટના સંદર્ભે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજપીપળાથી 26મી ઓક્ટોબરે સાંજે 5:00 કલાકે GJ 18 Z 5630 નંબરની બસ લઈ 748 બેઝ નંબર ધરાવતો ડ્રાઇવર આશીષ કુમાર રણછોડ મુંડવાડા (રહે.સંતરામપુર) પેસેન્જર લઈ વડોદરા કીર્તિ સ્તંભ જવા રવાના થયો હતો, અચાનક 5:50 કલાકની આસપાસ એણે બસ નજીકના પોઈચા પુલ પર ઉભી રાખી હતી અને નીચે ઉતરી કોઈ કશું સમજે એ પેહલા જ નર્મદા નદીમાં છલાંગ લગાવતા અન્ય પેસેન્જરોમાં ગભરાહટ ફેલાઈ હતી. અચાનક બનેલી આ ઘટના બાદ ત્યાં લોકટોળા ઉમટી પડ્યા હતા. અન્ય પેસેન્જરે આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં અને ST ડેપોમાં જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે ઘટના ઘટયાના 2 કલાક બાદ પણ ડ્રાયવરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ડ્રાઇવર આશીસ કુમાર રણછોડ મુંડવાડાએ જ્યારે નર્મદા નદીમાં છલાંગ લગાવી ત્યારે અમુક સમયનો કોઈ કે વિડીયો પણ ઉતારી લીધો હતો, એ વિડીયોમાં ડ્રાઇવર આશીષ તરવાની કોશિસ કરતો નજરે પણ ચઢે છે. રાજપીપળા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. રાજપીપળા ST ડેપોમાંથી મળતી માહિતી મુજબ ડ્રાઇવર આશીષ કુમાર રણછોડ મુંડવાડા સવારે 7:20 કલાકે નાસિકથી ST બસ લઈ રાજપીપળા રિટર્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *