સાણંદ વિરમગામ હાઈવે પર વાસણા ઇયાવા નજીક ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

સાણંદ તાલુકામાં વિદેશી દારૂના વેપાર વધતા આ અંગે સાણંદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ બી ગોહીલ ને સાણંદ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થઈ રહી છે. એવી ખાનગી રીતે બાતમી મળી હતી. આથી સાણંદ પોલીસ સ્ટેશન ની ટીમે વાસણા ઇયાવા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન દારૂ ભરેલી ટ્રક આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા સાણંદ પોલીસે અડધો કિલોમીટર દૂર પીછો કરી તે ટ્રક ચાલકને ઝડપી પાડયો હતો .

ટ્રકને સાણંદ પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂની કુલ 1,692 બોટલો જેની કિંમત રૂ. 711600 અને બીયરના 2256 નંગ ટીન જેની કિંમત રૂ.225600 અને એક ટ્રક જેની કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ કિંમત ૧૯ લાખ 37 હજાર સાતસો ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડયો હતો. અને સાણંદ પોલીસે ટ્રક ચાલક સહિત કુલ 4 વિરોધમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અવારનવાર લાખોની માત્રામાં પોલીસ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડે છે.દારૂની આપ લે ક્યાં થાય છે.તેમજ દારૂનો જથ્થો ક્યાંથી આવે છે તે જાણ બહાર હોય છે. જેના કારણે સરળતાથી તેમજ નીડરતાથી નશાના કારોબાર માં બેફામ બની અવારનવાર મોટી માત્રામાં દારૂનો જથ્થો સાણંદ સુધી પહોંચી જાય છે. અને બુટલેગરો બેકાબૂ બનતા હોય છે.તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *