રિપોર્ટર: દશરથ સોઢા,બનાસકાંઠા
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે અવાર નવાર આવતા તહેવારો પર પ્રતિબંધ લાગ્યો છે આ વર્ષે નવરાત્રીનું આયોજન સાદાયથી કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિના તહેવારોમાં અને દિપાવલીના તહેવારો માં માઈ ભકતો પોતાના ઘરે હવન યોજી માતાજીની પ્રાર્થના પણ કરી રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકાના રાંટીલા ગામે રાજપૂત દિલીપસિંહ માનાભાઈ ( પત્રકાર )ના ઘરે ગોગા સિકોતર ના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞ માં માઇ ભક્તો એ પ્રસાદ નો લાભ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સૌ સાથે મળી સમૂહ માતાજીની આરતી પણ કરી હતી.