રિપોર્ટર.જીતુ પરમાર માંગરોળ
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માંગરોળ દ્વારા વિજયાદશ્મી નિમિતે શ્રી રામ ધુન મંદિર ખાતે સંતો મહંતો અને આગેવાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી બજરંગ દડ મા નવા જોડાયેલા યુવાનો ને ત્રિશુલ દિક્ષા આપી શપથ વિધિ કરાવવામાં આવી હતી .અને વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ મા નવા હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી હતી,
દશહેરા ના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજી એ રાવણ નો અંત કરી વિજય થયા હતા. તેના અનુસંધાને શસ્ત્ર પુજન નુ આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ માંગરોળ થી અયોધ્યા ગયેલા કાર સેવકો ને સંન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમા માંગરોળ સ્વામીનારાયણ મંદિર ના મહંતશ્રી, ફતેશ્વર મહાદેવ મંદિર ના મહંતશ્રી, રાજકીય તેમજ વેપારી, આગેવાનો
તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માંગરોળ ના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.