રિપોર્ટર ,સુરેશ પગી,કડાણા
મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વીરાજી ઠાકોર સર્કલ ખાતે દશેરાના શુભદિને વીરાજી ઠાકોરની પ્રતિમાની અનાવરણ કરવામાં આવ્યું. વીરપુર નગરનું નામ જેમની યાદમાં પડેલ છે એવા વીર પરાક્રમી વીર પુરુષ વીરાજી ઠાકોરની પ્રતિમાનું વીરપુર તાલુકાના વીરાજી ઠાકોર સર્કલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું. જેમાં સંસદસભ્ય રતનસિંહ રાઠોડ, બાલાસિનોર મત વિસ્તારના ધારાસભ્ય અજીસિંહ ચૌહાણ, મહિસાગર જીલ્લા પ્રતિનિધિ એસ બી ખાંટ, મહીસાગર શિક્ષણ સમિતિના ચેરમેન દશરથભાઈ, વીરપુર નગરના પ્રતિનિધિ પારુલભાઈ સોની, ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શુક્લ, જીલ્લા પંચાયત સદસ્ય પિનાકીન શુક્લ,ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોર તેમજ ઠાકોર સેનાના વીરપુર બાલાસિનોરના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.