સાવલી ના મંજૂસર પાસે આવેલી ખાનગી કંપનીમાંથી બાજુના ખુલ્લી જગ્યામાં છોડાયેલ કેમિકલ યુક્ત પાણીથી પોતાની ભેંસ ઘાયલ થતા દૂધ આપવાનું બંધ કર્યું હોવાનો પશુપાલકએ આક્ષેપ કર્યો હતો. વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મંજૂસર ગામ પાસે દૂધ આપતાં પશુપાલન કરી ગુજરાન ચલાવનાર પશુપાલક ખુલ્લી જગ્યામાં ઉગેલો ઘાસચારો ચરાવે છે ત્યાં આવેલી ખાનગી કંપનીમાંથી બાજુના ખુલ્લી જગ્યામાં ચારો ચર્યા બાદ ઢોર ઠંડક મેળવવા પાણીમાં બેસી જતાં દુધાડી ભેંસના આંચડને નુકસાન થતાં ભેંસએ દૂધ આપવાનું બંધ થયું હતું અને ઢોરોના ડોક્ટરને બોલાવી સારવાર કરાવી હતી. ડોકટરના મત મુજબ આંચળ બળી જતાં ભેંસ દૂધ આપશે નહિ તેવું જણાવતાં ખાનગી કંપનીમાંથી છોડાયેલ જોખમી કેમિકલ યુક્ત પાણીનાં કારણે ભેંસ દ્વારા દૂધ આપવાનું બંધ થયાનો આક્ષેપ પશુપાલકે કર્યો હતો.