પંચમહાલ :શહેરાના નાડા રોડ તરફ સલામપુરા ગામ પાસે બે બાઇક સામસામે ભટકાતા 20 વર્ષીય યુવાનનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત

Panchmahal
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

શહેરાના નાડા રોડ તરફ સલામપુરા ગામ પાસે બે બાઇક સામસામે ભટકાતા 20 વર્ષીય યુવાનનુ ઘટનાસ્થળે મોત નીપજયુ હતુ. જ્યારે ત્રણ ને શરીરે નાની મોટી ઈજા થતા ગોધરા ખાતે સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળ ખાતે પહોંચી ને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

શહેરાના નાડા ગામ તરફ જવાના માર્ગ ઉપર સલામપુરા ગામના પાટિયા પાસે શનિવારની રાત્રીએ બે બાઇક સામસામે અથડાઇ હતી. આ બનેલા અકસ્માતમાં બન્ને બાઈકચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિઓને શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી હતી. મંગલપુર ગામના હોળી ફળિયામાં રહેતા 20 વર્ષીય પ્રકાશભાઈ ભારતભાઈ ચાવડાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તને નજીકની રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તમામને ગોધરા ખસેડાયા હતા. આ બનેલા અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મોત ને ભેટેલા યુવાનના પરિવારજનોના રોકકળ થી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *