કાલોલ : વર્ધી ના નશા મા ચૂર બનેલ કાલોલ પોલીસ ના ASI પોતાની ફરજો નુ ભાન ભૂલ્યા.

Kalol Latest Madhya Gujarat Uncategorized

જયવિરસિંહ સોલંકી – ડેસ્ક એડિટર

કાલોલ બોડીદ્રાગામમાં જમીન બાબતે થયેલા ઝઘડાના આરોપીને પોલીસે બે રહમિથી ઝુડીનાખતા આરોપી ફરિયાદી બની ASI સામે ફરિયાદ નોંધાવી. 

         

        કાલોલ તાલુકાના બોડીદ્રાગામે બે પક્ષો વચ્ચે થયેલાં  ઝઘડાના કારણે કાલોલ પોલીસે મથકે અરવિંદભાઈ ગણપતભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી. કાલોલ પોલીસ મથકે  6 મે ના રોજ આરોપી અશોકકુમાર પવૅતસિંહ સોલંકી  તેની સામે થયેલી ફરિયાદને કારણે હાજર થતાં કાલોલ પોલીસ સ્ટેશન અને સણસોલી બીટ સંભાળતા જમાદાર ASI વાડીલાલ એ ફરિયાદીના ભાગરૂપે આરોપીને ડંડા થી ઝુડી  નાખી હાથ,પગના તડીયાના ભાગે તેમજ કમરના ભાગની ધૂળ ખંખેરી નાખતાં લોકપની હવા ખવડાવી હતી.

  સાંજના સમયે સગા વહાલા ધ્વારા  એ જામીન આપી ઘરે પોંહચી રાત્રે સુતા સમયે  શરીરમાં ખેચ આવતાં 108 દ્વારા  કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી.વધુ સારવાર અર્થે હાલોલ છાયા હોસ્પિટલમાં સારવાર લઈ  કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જેની કાલોલ પોલીસે તાનાશાહ ASI વાડીલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લખનિય છે કે ASI વાડીલાલ વારંવાર પોતની બીટ મા આવા અમાનુષી કૃત્યો કરતા હોવા નુ લોકો મા ચર્ચા નો વિષય બન્યો છે એવા માં ઉપલા અધિકારીઓ આવા રુઆબદાર અધિકારીઓ ઉપર કડક પગલા ભરે એવી લોક માંગ ઉઠી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *