વડોદરા :ડભોઈ તાલુકામાં જંગલી -હિંસક પશુઓના હુમલાથી પ્રજા ત્રાહિમામ

vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ડભોઇ તાલુકાના ચાંદોદના ભીમપુરા,નંદેરીયા,ગામડીના તમામ વિસ્તારોમાં દસથી બાર દીપડાઓનો આતંક

ડભોઇ તાલુકામાં આવેલુ પવિત્ર યાત્રાધામ ચાણોદ ખાતે આવેલી ગૌશાળામાં દીપડાએ બે જેટલા વાછરડા ને મારી નાખ્યા હતા અને બે જેટલા વાછરડા ને ઇજા પહોંચાડી હતી. આવી ઘટનાઓ વારંવાર બન્યા જ કરે છે . સ્થાનિક રહીશો તેમજ ગૌ શાળાના સંચાલકોએ જંગલ ખાતાને આ બાબતે વારંવાર રજૂઆત કરી હતી. પરંતુ આજ દિન સુધી જંગલખાતાએ એક પણ જંગલી- હિંસક પ્રાણીને આ વિસ્તારમાંથી પાંજરામાં પૂર્યા નથી. હવે એમ પણ લાગી રહ્યું છે કે પ્રાણી તો તેનો ભોગ બને જ છે પરંતુ હવે જંગલી- હિંસક પ્રાણીઓ ક્યારેક માણસોનો પણ ભોગ લે તેમાં કોઈ નવાઈ નથી. આમ જંગલખાતા ના સત્તાધિકારીઓ આ બાબતને ધ્યાનમાં લેતા નથી અને આંખ આડા કાન કરીને વાતને ગનેહને કરી નાખે છે. તેથી ગૌરક્ષકો ખૂબ જ ચિંતિત થયા છે. આમ ભીમપુરા ,નંદેરીયા,ગામડી ના રહીશો તેમજ ગૌરક્ષકો માં ખૂબ જ ગભરાટ જોવા મળ્યો છે. જેથી સત્તાધીશો અધિકારીઓ આ જંગલી અને હિંસક પ્રાણીને ઝડપથી પાંજરામાં પુરી રહેઠાણ વિસ્તારથી દૂર જંગલ અભ્યારણમાં છોડી આવે તેવી વિનંતી નગર રહીશો તેમજ ગૌ શાળાના સંચાલકોએ કરી હતી. આજે તો ચાર પશુઓ પર હુમલો કર્યો છે આવો જ હુમલો વારંવાર થતો આવ્યો છે અને ગૌ શાળાના સંચાલકોને તેમના પશુઓ ગુમાવવાનો વારો આવે છે. કેટલીક વાર તો આ પાંજરાપોળમાં તો ખરું જ પરંતુ તેમના આંગણામાં બાંધેલા પશુઓ ઉપર પણ આવા હિંસક પશુઓ દ્વારા હુમલા થતા હોય છે અને તેઓને પોતાના પાલતુ પશુઓને ગુમાવી પોતાની રોજીરોટી પણ ગુમાવી પડે છે. એક તરફ સરકાર પશુપાલકોને પ્રાધાન્ય આપે છે ત્યારે બીજી તરફ સરકારી અધિકારીઓ તે તરફ પૂરતું ધ્યાન પણ નથી આપતા જેથી ઝડપભેર જંગલખાતાના અધિકારીઓ ડભોઇ તાલુકાની પ્રજાને આ જંગલી- હિંસક પશુઓના હૂમલાની મુશ્કેલીમાંથી મુક્ત કરાવે તેવી ચર્ચા ડભોઇ તાલુકામાં થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *