રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ તાલુકાના નાનીડોકીની રેટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાને પ્રસુતિ માટે લઈ જવાઈ હતી. જ્યાં મહિલા એ સ્વસ્થ બાળકને જન્મ આપ્યા બાદ હોસ્પિટલ થી નવજાત બાળક સહિત ત્રણ બાળકો અને 3 મહિલા રીક્ષા ભાડે કરી પોતાના ઘરે નાનીડોકી ખાતે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન નાનીડોકી ના સૂકી તળાવ પાસે વળાંકમાં રીક્ષાચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા તળાવના કોતરમાં 30 ફૂટ ઉંડે રીક્ષા પાણીમાં ખાબકી હતી. દરમિયાન ચાલક કુદીને ફરાર થઈ ગયો હતો. જ્યારે ત્રણ બાળકો અને ત્રણ મહિલા સાથે રીક્ષા પાણીમાં ગરકાવ થતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને તંત્ર ને જાણ કરતા 108 અને ફાયર ની ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ કમનસીબે નવજાત બાળક સહિત ત્રણ બાળકો ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ફાયર ની ટીમે મહિલાઓ તેમજ બાળકો ના મૃતદેહ ને બહાર કાઢી મહિલાઓને સારવાર અર્થે ખસેડાઇ હતી. બનાવ ને પગલે ગમગીની છવાઈ ગઈ હતી તેમજ ઘટના સ્થળે પરિવારજનો નો આક્રંદ જોવા મળ્યો હતો.