રાજકોટ :ઉપલેટામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા વિજયા દશમીના પર્વ નિમિતે શાસ્ત્રોક્ત વિધિથી દરબારગઢ ખાતે શસ્ત્રો નું પૂજન કરવામાં આવ્યું

Rajkot
રિપોર્ટ:-જયેશ મારડીયા ઉપલેટા

વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો કહેવાય છે કે પાંડવો દ્વારા અધર્મ પર ધર્મના વિજય મેળવવા માટે સમી નામના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો ઉતારી અને વિધિવત તેમની પૂજા-અર્ચના કરવામાં આવી હતી તેમજ વિજયા દશમી ના દિવસે જગત જનની મા જગદંબા દ્વારા મહિષાસુર નામના રાક્ષસનો પણ અંત કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ ભગવાન શ્રીરામ દ્વારા વિજયાદશમી ના દિવસે રાવણ નામના રાક્ષસનો પણ અંત કરવામાં આવ્યો હતો.ત્યારે આ વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ઉપલેટા ખાતે વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી પરંપરાગત વિધિવત રીતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું.
વિજયાદશમી ના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા જગત જનની મા જગદંબાને પણ પ્રાર્થના કરવામાં આવી હતી કે સમગ્ર વિશ્વમાં કોરોના તે પણ વહેલી તકે દૂર થાય તેમજ સમગ્ર વિશ્વને કોરોના વાયસરની મહામારી માંથી તારે તેવી જગત જનની જગદંબા ને પ્રાર્થના પણ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *