બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ઠાસરા તાલુકાના પાંડવણીયામાં રહેતી એક પરિણીત યુવતિ સાથે બળજબરીપૂર્વક જાતિય અત્યાચાર ગુજાર્યા રિમાન્ડ માંગતા ત્રણ દિવસના રિમાન્ડ મળ્યાં છે. આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના પાંડવણીયા ગામની એક ભરવાડ યુવતિના લગ્ન આણંદ જિલ્લાના હાડગુડમાં થયાં હતાં. લગ્ન બાદ અવારનવાર તેના પિયર પાંડવણીયા અવર-જવર કરતી આ પરિણીતાનો પરિચય ઘરની બાજુમાં જ રહેતી કુટુંબી ફોઈના દિયર ભરતભાઈ કરમણભાઈ ભરવાડ (રહે. ઈટવાડ, તા.ડેસર) સાથે થયો હતો. દરમિયાન ભરત ભરવાડના મનમાં આ પરિણીતા વસી જતાં તે પ્રેમસંબંધ રાખવા માટે અવારનવાર દબાણ કરવા લાગ્યો હતો. જો કે પરિણીતાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડી દેતાં એકતરફી પ્રેમમાં પાગલ ભરત ભરવાડે ગત તા.૨૭-૯-૨૦ના રોજ સાંજના સમયે તેણીને ગામની સીમમાં મળવા બોલાવી હતી. અને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી બંને હાથ રૂમાલથી બાંધી દઈ બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી ભરત ભરવાડને ડેસર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
જો કે ભરતે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવા છતાં ડાકોર પોલીસે ફરિયાદમાં ઉલ્લેખ ના કરતાં પરિણીતાએ આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. જે ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ અધિક્ષકે ડાકોર પોલીસને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપતાં પોલીસે ભરત ભરવાડ સામે દુષ્કર્મના ગુનાનો ઉમેરો કર્યો હતો. અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કાર્ય છે
.