પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ
ડભોઇ નગરના નાના ફેરિયાઓને ‘પી.એમ સ્વનિધિ’ યોજનાથી માહિતગાર કરી પ્રોત્સાહિત કર્યા
હાલમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી માં ઘેરાયેલો છે ત્યારે દેશમાં નાનામોટા દરેક વેપાર-ધંધા ખૂબ જ તૂટી જવા પામેલ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ નાના વેપાર કરતા વેપારીઓને પોતાનો વેપાર પુનઃ પ્રાપ્ત થાય તે હેતુથી ‘પી.એમ.સ્વનિધિ યોજના’ અમલમાં મૂકી છે ત્યારે ગતરોજ ડભોઇ નગર ખાતે વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીના પ્રતિનિધિ હેતલબેન સંઘવી દ્વારા ” પી.એમ. સ્વનિધિ” યોજનાનો વધુ પ્રચાર-પ્રસાર થાય એ માટે આજ રોજ ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયાના બેન્ક મનેજર તથા નગરમાં વેપાર ધંધો કરતા ફેરિયાઓની રૂબરૂ મુલાકાત કરી હતી. તેઓને આ યોજના વિશે વધુ માહિતગાર બનાવી પ્રોત્સાહિત કર્યા હતા. હાલમાં દેશમાં કેટલાક વેપારીઓ આર્થિક ભીંસમાં આવી જઈ આત્મહત્યા ના બનાવો ધ્યાને આવ્યા છે .પરંતુ આવા બનાવો દેશમાં વધુ ન બને અને નાના વેપારી- ફેરિયાઓ આ બનાવનો ભોગ ન બને તે માટે આ યોજના સરકાર એ અમલમાં મૂકી છે. આ યોજનાની રકમ નાનકડી છે પરંતુ જ્યારે વેપાર કરતા ફેરીયા આર્થિક મુશ્કેલી માં મુકાઈ જાય ત્યારે આ દશ હજાર જેટલી નાનકડી રકમ પણ ઐશ્વર્ય કૃપા સમાન થઈ પડે છે અને તેઓની આર્થિક ભીસ સરળતાથી જતી રહે છે અને ફેરિયાઓને હિંમત મળી જાય છે જેથી તેઓ પોતાના પગ ઉપર ઊભા રહી વેપાર પુનઃપ્રાપ્ય પ્રાપ્ત કરી પોતાનું ગુજરાન સરળતાથી ચલાવી શકે છે. તેથી પ્રાદેશિક કમિશનર હેતલબેન સંઘવી અને ચીફ ઓફિસર ગરવાલ તેમજ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર પગપાળા કરી વેપાર કરતા ફેરિયાઓને ઊંડાણ પૂર્વક સમજણ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેથી ડભોઇ નગર નો ધંધો વેપાર પુનઃ પ્રાપ્ત થઈ જાય અને ડભોઇ નગર ના બજારો પણ પહેલાની માફક ધમધમતા થઈ જાય . નજીકના સમયમાં જ દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે જેથી વેપાર-ધંધામાં પણ ઝડપથી વેગ મળે તેવી આશા નગર માં સેવાઈ રહી છે.