રીપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
હાલ કોરોના મહામારી સામે સૌ એક જૂથ થઈ ને લડી રહ્યા છે ત્યારે ખાંભાના પ્રથમ નાગરિક ગ્રા.પં. સરપંચ શ્રી અંબરીશ ભાઈ જોશી પણ સતત દિન રાત લોક ઉપયોગી કાર્ય કરી રહ્યા છે કોરોના સામે જન જાગૃતિ જુદી-જુદી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખાંભા સરપંચે યોગ્ય ડિસ્ટન્સટ સાથે પોતાના જીવ ના જોખમે કામ કરતા પંચાયતના તમામ કર્મચારીઓ જેમાં સફાઈ,વૉટર વર્કસ ,ઇલેકટ્રીક,વિભાગ,ઓફીસ સ્ટાફ..સહિત તમામ કર્મચારીઓને પોતાના રક્ષણ માટે પી.પી.કીટ.નું વિતરણ કરેલ હતું.આ પ્રસંગે કોરોના યોદ્ધા તરીકે કાર્ય કરતા પત્રકારો તેમજ વગેરે હાજર રહી સરપંચની આ કામગીરી ને બધાંય આપી હતી.