અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં સામાન્ય બાબતમાં રબારી યુવકની છરીના ઘા ઝીંકી કરી હત્યા

Amreli Latest
રીપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં રાત્રે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા એક યુવકની છરીના ઘા ઝીંકી કરી હત્યા પૂરા ટીંબી ગામમાં ચકચાર પ્રસરી જવા પામયો હતો મળતી વિગત અનુસાર મરનાર વ્યક્તિ રામ ભાઈ બચું ભાઇ (ઉ.21) તેના મોટા ભાઈ ને થોડા સમય પહેલા ટ્રેકટર નો અકસ્માત થયો હતો. જે સમયે આરોપી ટ્રેકટર ની અંદર બેઠેલો હતો. આ બાબતને લઈને મરનાર વ્યક્તિ અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. એનો ખાર રાખી ને આરોપી સંજય બાભનિય ગુરુવારે રાત્રે મરનાર યુવક દૂધ લઈને ઉભો હતો ત્યારે એના પર છરી લયને ટુટી પડ્યો હતો આથી રામભાઈ બચુંભાઈ લોહી લુહાણ થયને સ્થળ પર ઢળી પડ્યા હતા અને તાત્કાલિક ઉના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

યુવક નું આઈ સી યુ માં સારવાર દરમિયાન મૃત્યુ થતા સરસરાટી પ્રસરી ગઇ હતી અને પોલીસને જાણ થતાં ધટના સ્થળે પહોચી ગઈ હતી અને ગુનો દાખલ કરી આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી હતી અને જાણવા મળતી માહિતી મુજબ યુવકની હત્યાની પાછળ કુલ બે વ્યક્તિઓ નો હાથ હોવાની ચર્ચા સંભળાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *