રિપોર્ટર-રોહિત પટેલ હળવદ
હાલ શાકભાજીના ભાવમાં સતત વધારો થાય રહ્યો છે. ત્યારે હવે બટેટા અને ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે બટેટા અને ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે બીજી તરફ મોટા વેપારીઓની સંગ્રહખોરીના કારણે બટેટા અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે. આવક ઓછી અને માંગ વધુ હોવાથી હાલ ડુંગળી અને બટાટાના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેથી બટેટાના ભાવ 50 રૂપિયા અને ડુંગળી 80થી 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.તહેવારોની સિઝનમાં નવરાત્રિના ફળાહારમાં બટેટાનું ચલણ વધુ હોય છે ત્યારે ભાવ આસમાને પહોંચતા ખોરાકમાં ગૃહિણીઓએ કઠોળનું ચલણ વધારી દીધું છે.
સૌરાષ્ટ્રમાં ડુંગળીના પાકનું હબ કહી શકાય છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકશાન થતા માલની આવક ઘટી છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં જયારે ઉત્પાદન માં વધારો થશે ત્યારે નવા માલની આવક શરૂ થાય ત્યારબાદ જ ભાવમાં ઘટાડો થઈ શકે છે તેવી આશા સાથે કહી શકાય છે.