એન ડી પંડયા રીપોર્ટર બગસરા
બગસરામાં અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાય ની સૂચનાથી સમગ્ર બગસરા શહેરમાં પોલીસ તેમજ મિલિટરીના જવાનો દ્વારા એક ફલેગ માર્ચ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. મકવાણા. પીએસઆઇ રાઓલ.અમરેલી ડીવાયએસપી સોની. તેમજ બગસરા પોલીસ સ્ટાફ અને ટ્રાફિક જવાનો શહેરના નદીપરા, મેન બજાર, વિજય ચોક, ગોંડલીયા ચોક, દવાખાના રોડ, અને બગસરાના અન્ય માર્ગો ઉપર આ ફલેગમાર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ સલામત છે તેવો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.