રિપોર્ટર: ધનેશ રાઠી, પાલનપુર
દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ દિવસેને દિવસે બનાસકાંઠામાં કોરોના ના કેસો સામે આવી રહ્યા છે ત્યારે લોકો પોતે સમજણપૂર્વક માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરે તો જ કોરોના ને હરાવી શકે તેમ છે ત્યારે પાલનપુર તાલુકાના કાણોદર ગામે શેર મહંમદખાન ડિસ્પેન્સરી માં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતા દિપકભાઈ નાથાભાઈ પરમારે લોકડાઉન દરમિયાન કોરોના માં ખૂબ સારી સરાહનીય કામગીરી કરીને લોકોની મદદ કરી છે ત્યારે ગુરુવાર એમના જન્મદિવસ નિમિતે સેવાયજ્ઞ ફાઉન્ડેશનના ચેરમેન પ્રકાશભાઈ ધારવા અને છાપી પ્રેસ યુનિટી પ્રમુખ જગદીશ ભાઈ સોની અને સભ્યો દ્વારા સન્માનપત્ર આપી સાચા અર્થમાં કોરોના વોરીર્યરસ ને સન્માનિત કર્યા હતા અને હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર હેમંત ડામોર તેમજ તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તથા તેમના જન્મદિન નિમિત્તે તેમને કેક કાપી તેઓ મેડિકલ સ્ટાફ ને પ્રોત્સાહન મળે તે માટે છાપી પ્રેસ યુનિટી હંમેશા તત્પર રહેશે.