રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
રાજ્યમાં સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય રોજગારી સ્વરૂપે આપવા મનરેગા યોજના અને નરેગા યોજના હેઠળ કામો કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતાં. જે યોજનાઓ હેઠળના દરેક વિસ્તારોમાં કામો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કેશોદ તાલુકાના કણેરી ગામે મનરેગા યોજના અને નરેગા યોજનામાં ગરીબ પરિવારોને રોજગારી આપી આર્થિક સહાય આપવાને બદલે લાગતાં વળગતા નાં નામો નોંધી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો . કેશોદ તાલુકાના કણેરી ગામે લોકડાઉન દરમિયાન મનરેગા યોજના અને નરેગા યોજનામાં બોગસ શ્રમિકો દર્શાવી ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ ની મીલીભગતથી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ગ્રામ પંચાયતના સદસ્ય બાલુભાઈ હીરાભાઈ કટારાએ જીલ્લા વિકાસ અધિકારી જુનાગઢને આધાર પુરાવા સાથે લેખિતમાં ફરિયાદ કરી છે. કેશોદ તાલુકાના કણેરી ગામે મનરેગા યોજના હેઠળ કણેરી ગામેથી રંગપુર ગામે જવાનાં રસ્તાનું ડબલ્યુ બી એમ રોડનાં કામમાં મસ્ટર રોલમાં બોગસ શ્રમિકો દર્શાવી ગેરરીતિઓ આચરવામાં આવી છે તેમજ એસ્ટીમેન્ટ અનુસાર ગુણવત્તા વાળું મટેરીયલ રેતી, કાંકરી વાપરવામાં આવી નથી. કેશોદના કણેરી ગામે વસવાટ કરતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી વચ્ચે રોજગારી આપવાને બદલે વૃધ્ધ,અંધ,અપંગ, ગંભીર બિમારી વાળાં વ્યક્તિઓને શ્રમિકો તરીકે દર્શાવવામાં આવ્યા છે. કણેરી ગ્રામ પંચાયતના સરપંચ નાં પત્ની પ્રવિણાબેન હિગરાજીયા , કણેરી આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવત શ્રેતાબેન ડઢાણીયા ઉપરાંત બહારગામ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને પણ શ્રમિકો દર્શાવી મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે. કેશોદના કણેરી ગ્રામ પંચાયતના સદસ્ય બાલુભાઈ હીરાભાઈ કટારાએ લેખિતમાં કરેલી રજૂઆતમાં કણેરી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, ટેકનીકલ આશીસટન્ટ, સરપંચ ની મીલીભગતથી અને તાલુકા વિકાસ અધિકારી ની મીઠી નજર હેઠળ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. મનરેગા યોજના અને નરેગા યોજનામાં શ્રમિકો બોગસ દર્શાવવામાં આવ્યા હોય એવાં તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે કરેલી ફરિયાદમાં ઉચ્ચ કક્ષાએ થી કાર્ય વહી કરવામાં આવશે.કેશોદના રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ચોક્કસ સક્ષમ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આખા તાલુકામાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓ આચરવામાં આવી છે .જે બહાર આવવાની શક્યતા છે.