હળવદના આરોગ્ય કર્મચારીઓએ પગાર વધારવા મામલે મામલતદારને બ્લોક હેલ્થ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ આઉટસોસૅની એજન્સી તરફથી ઘણા સમયથી આરોગ્ય વિભાગ‌મા કામ કરે છે.જેમાં માસિક 8504 જેટલો સામાન્ય પગાર હોવાથી હાલની વધતી જતી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું છે. ત્યારે આઉટસોસૅ ના હળવદ તાલુકાના ૩૦થી ૪૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ હળવદ મામલતદાર અને તાલુકા બ્લોક હેલ્થ અધિકારીને પગાર વધારવા મામલે રજૂઆત કરવા પહોંચી ગયા હતા .અને આવેદનપત્ર આપીને સરકાર સમક્ષ પગાર વધારો તેવી માંગ કરી હતી

કોરોનાની મહામારી વચ્ચે ખડે પગે લોકોને આરોગ્યલક્ષી સેવાઑ પૂરી પાડતા અને ગ્રામીણ વિસ્તારમાં સર્વે કરી તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓની મુલાકાત લઇ ને આરોગ્ય ‌સેવાઓ પુરૂ પાડવામાં આવતી હતી. આવા કપરા સમયમાં પણ આરોગ્ય કર્મચારીઓએ આરોગ્ય ની કામગીરી કરી છે. આઉટસોસૅની એજન્સી તરફથી આરોગ્ય કર્મચારીઓ ને 8504 જેટલો પગાર ચૂકવવામાં આવે છે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦થી ૪૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ આરોગ્યલક્ષી કામગીરી ગામડાના લોકો સુધી સેવાઓ પહોંચાડે છે.
ત્યારે સરકાર દ્વારા ઘણા સમયથી પગાર વધારવામાં આવ્યો નથી ત્યારે વધારતા આરોગ્ય કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે હાલ માં વધતી જતી મોંઘવારીમાં 8504 જેટલો પગાર મળતાં તેમજ તેમણે પેટ્રોલ તેમજ અપડાઉન માં વધુ ખર્ચ થતો હોય છે ત્યારે આ સામાન્ય પગારમાં આટલી મોંઘવારીમાં નોકરી કરવી મુશ્કેલ છે. ત્યારે આ મામલે આરોગ્ય કર્મચારીઑએ હળવદ મામલતદાર અને તાલુકા વિકાસ તાલુકા હેલ્થ ઓફિસર ને આવેદનપત્ર આપવા ગયા હતા. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ મલ્ટી પપૅઝ હેલ્થ વર્કર આરોગ્ય કર્મચારીઓનો પગાર વધારવામાં આવે તેવી માંગ કરી હતી

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *