રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નસવાડીમાં ગુટકાનું વેચાણ થતું હોય નસવાડી પોલીસ સાથે સીપીઆઈ બોડેલી અને એલ સી પોલીસ બે દિવસ પેહલા રહેણાંક વિસ્તાર મા વિમલ ગુટકાના વેચાણને લઈ રેડ પાડી હતી. છતાંય સફળતા ન મળેલ હોય આખરે નસવાડી પી એસ આઈ જી બી ભરવાડ ને બાતમી ને આધારે માહિતિ મળેલ એક કાર ગુટકા લઈ કુકાવટી રોડ થી આવી રહેલ હોય પોલીસ સ્ટાફ સાથે રાખી બાતમી વાળી તવેરા કાર આવતા તેને રોકતા તેમાં વિમલ ગુટકા અને તમાકુ દેખાઈ પડતા નસવાડી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કાર ની કિંમત 3 લાખ અને ગુટકા ના કુલ પેકેટ 1272 ની કીમત 60,420 આમ કુલ 3.60 લાખ નો મુદ્દામાલ સાથે નસવાડી ના મેમણ કોલોની મા રહેતો અલ્તાફ હારુન મેમણ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખાનગીમા વેંચતા ગુટકાકિંગમા ફફડાટ ફેલાયો છે લોકડાઉન ના સમય મા કોરોના વાયરસની મહામારી વચ્ચે સતત ફરજ બજાવતી નસવાડી પોલીસ ની કામગીરી ને ગ્રામજનો એ વધાવી છે.