જગ વિખ્યાત અંબાજી મંદિર માં અમદાવાદ ના એક ભકત દ્વારા એક કીલો સોના નુ મહાદાન આપવામાં આવ્યુ.

Ambaji
રિપોર્ટર સુરેશ જોશી અંબાજી

શકતી ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે યાત્રા ધામ અંબાજી તે ગુજરાત નુ જ નહી પરંતુ સંપૂર્ણ ભારત દેશનું ત્રીજા નંબર નુ શક્તી પીઠ છે. અને આ શક્તી પીઠ અંબાજી મંદિર નું સુવર્ણ શિખર બનવા જઈ રહ્યું છે. જેમાં દેશ વિદેશ ના ઘણા ખરા ભકતો આ શકતી પીઠ અંબાજી મંદિર મા શ્રદ્ધા પૂર્વક સોના નુ દાન કરે છે.જયારે યાત્રા ધામ અંબાજી મા પણ અમદાવાદ ના એક ભકત દ્વારા એક કીલો સોના નુ મહાદાન આપવામાં આવ્યુ હતુ. અને આ સોના નુ મહાદાન અંબાજી મંદિર ના વહીવટદાર ના વરદ હસ્તે આપવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *