રિપોર્ટર સુરેશ જોશી અંબાજી
ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા નાયબ મુખ્ય મંત્રી નવીન બનેલ સર્કીટ હાઉસ નુ લોકાર્પણ કરવા માટે યાત્રા ધામ અંબાજી આવી પહોંચ્યા અંબાજી પહોંચ્યા બાદ સો પ્રથમ તેમણે અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં જગત જનની મા અંબા ના દર્શન કરી અને પુજા અર્ચના કરી ત્યાર બાદ ભટજી મહારાજ ની ગાદી પર જઈ રક્ષાપોટલી બાંધી, ત્યાર બાદ યાત્રા ધામ અંબાજી ખાતે નવીન સર્કીટ હાઉસ નુ લોકાર્પણ નીતીન ભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સર્કીટ હાઉસ ખાતે ભાજપ પાર્ટી ના કાર્યકતાઓ ની બેઠક પણ યોજવામાં આવી હતી નીતીન ભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ મા જે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. તેનો કાળો કહેર ભારત પર યથાવત છે જેને ધ્યાને લઇ ભારત દેશ ના ઘણા ખરા તહેવાર સ્થગીત રાખવામાં આવ્યા છે તેમ આ વર્ષે ગાંધીનગર ના રૂપાલ ગામ માં ભરાતો પલ્લી નો મેળો પણ સ્થગીત રાખવામાં આવશે.