રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
કહેવાય છે કે નિરક્ષરતા,ગરીબી અને બેરોજગારી ની સમસ્યા વ્યક્તિને ગુનાખોરી તરફ ધકેલે છે. હાલના સ્માર્ટ જમાનામાં હવે આવી કોઈપણ સમસ્યા ન હોવા છતાં અને વધુ ભણેલા ગણેલા સ્માર્ટ અને સારા સમાજના લોકો પણ પોતાના ભણતર અને જ્ઞાન નો ઉપયોગ વધુ લાલચમાં આવી ગુનાખોરી આચરવામાં કરે છે. વડોદરામાં અમદાવાદના સીએના વિદ્યાર્થીએ પોતાના ભણતર અને જ્ઞાન નો ઉપયોગ ૫૦ કરોડનું કૌભાંડ આચરવા માટે કર્યો એ આ વાતનો પુરાવો છે.
વડોદરા શહેરના સુભાનપુરા ખાતેની સીજીએસટી(વડોદરા-૨)ની કચેરીની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા જાણવા મળ્યા મુજબ અમદાવાદ અને દાહોદના અબુધ-અભણ ગ્રામજનો સહિત ખેતમજુરોના આઇ.ડી. પ્રુફને આધારે ભેજાબાજે ૧૧૫ બોગસ ફર્મ બનાવી સી.જી.એસ.ટી.માં રજિસ્ટ્રેશન કરાવી રૂ.૫૦.૨૪ કરોડનું કૌભાંડ આચર્યું હતું. કૌભાંડ આચરનાર સી.એ. ફાઇનલ યરના વિદ્યાર્થીને વડોદરા ખાતેની સીજીએસટીની ઇન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓએ ઝડપી પડતા મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
જેને આધારે વિવિધ કંપનીઓને બોગસ બિલ ઇસ્યુ કરી રૂ.૫૦.૨૪ કરોડનું કૌભાંડ આચર્યું હતું. સી.એ. ફાઇનલ યરમાં વિદ્યાભ્યાસ કરતા અમદાવાદના પ્રિન્સ એમ ખત્રીને વડોદરાની સીજીએસટી કચેરીના અધિકારીઓએ ઝડપી પાડતા સ્ફોટક વિગતોનો ઘટસ્ફોટ થવાની ગણતરી સેવાઇ રહી છે. સીજીએસટીની વડોદરા ખાતેની કચેરીની ઇન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓએ ઇ-વેલ બિલ ડેટા, જીએસટીઆર-૩બી ડેટા, જીએસટીઆર-૧ ડેટાનું ક્રોસ વેરિફિકેશન કરી તલસ્પર્શી તપાસ જારી રાખી હતી