શહેરામાં ખાડામાં ખાબકેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર

Panchmahal
પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા

શહેરામાં ખાડામાં ખાબકેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર શહેરા પોલીસને ધામણોદ ભગત ફળિયા પાસે પસાર થતા માર્ગની બાજુમાં આવેલ ખાડામાં પલટી ખાઈ ગયેલ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને કુલ રૂપિયા ૧,૨૦,૮૮૦ ના મુદ્દામાલ સાથે ગાડી નંબરના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

શહેરાના ધામણોદ વડલી પાસે પોલીસએ દારૂ ભરેલી ગાડી આવવાની હોવાની માહિતીને લઈને વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસ આવતા જતા વાહનોની તપાસ કરી રહી હતી તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે ભગત ફળિયા પાસે પસાર થતા માર્ગની બાજુમાં આવેલ ખાડામાં ટાટા કંપની ઇન્ડિકા વિસ્ટા કાર પલટી ખાઈ ગયેલ છે. પોલીસ સ્થળ પર જઈને તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. મળી આવેલ દારૂના જથ્થાને પોલીસ દ્વારા પોલીસ મથક ખાતે લાવીને ગણતરી કરતા ૫૦,૮૮૦ કિંમતનો હોવા સાથે રૂપિયા ૭૦,૦૦૦ની ગાડી મળીને કુલ રૂપિયા 1,20,880 ના મુદ્દામાલ સાથે ગાડીના નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *